Shree Yagna Avatar – (શ્રી યજ્ઞ અવતાર)
ગુજરાતી
સૃષ્ટિના આરંભમાં થયેલા અનેક અવતારોમાં યજ્ઞાવતાર એકઅનોખો અવતાર છે. સૃષ્ટિના વિસ્તાર માટે ઘોર તપશ્ચર્યા કરતા પ્રજાપતિ ઓને આપેલા વરને સત્ય કરવા ભગવાન જુદા જુદા રૂપે પ્રગટ થતા હતા. પણ કંઈ સૃષ્ટિના વિકાસમાં સંતોષ થાય એવી ઝડપ દેખાઈ નહિ. ભગવાને સૃષ્ટિની વૃદ્ધિના મૂળ હેતુ માટે યજ્ઞ રૂપે અવતાર ધારણ કર્યો.
ભગવાન શ્રીયજ્ઞનું પ્રાગટ્ય સ્વયંભુવ મન્વન્તરમાં માનવામાં આવે છે. યુગાન્તરોના ઈતિહાસની તસ્વીરો બોલે છે કે મનુએ પોતાની પુત્રી આકૃતિના પ્રજાપતિ રૂચિ સાથે વિવાહ વખતે શરત કરેલી કે, રૂચિ અને આ કૃતિ થકી જે પુત્ર રત્ન થશે તે મનુ પોતા પાસે રાખશે.
આકૃતિ અને પ્રજાપતિ રૂચિના ગૃહસ્થ જીવનમાં આનંદના સાથિયા પુરાયા. તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો જેનું પાલન, પોષણ, ઉછેર મનુએ કર્યું. રૂચિના આ કુંવર એ જ ભગવાન શ્રી યજ્ઞ.
તેમણે સમાજ સૃષ્ટિના વિકાસ માટે યજ્ઞની વિવિધ રીતો પ્રવર્તાવી. તેને ત્વરિત ગતિએ સામાજીક વિકાસનાં સપનાંઓ સાકાર કરી બતાવ્યાં. સમાજની વ્યક્તિગત પ્રવૃત્તિઓમાં પણ યજ્ઞો દ્વારા કલ્પનાતીત સફળતા મળતા રૂચિકુમારને સમાજે યજ્ઞના નામથી નવાજ્યા. પરિણામે ઈતિહાસનાં પાને રૂચિપુત્રને ‘‘યજ્ઞ’’ તરીકે આલેખવામાં આવ્યા છે.
શ્રીયજ્ઞના વિવાહ દક્ષિણા નામની કન્યા સાથે થયેલા. તેમને ત્યાં દ્વાદશ પુત્રરત્નોના જન્મ થયા. જેને દ્વાદશ યામ નામથી ઓળખવામાં આવે છે. ૧ર યામ દેવો તરીકે પૂજાતા.
શ્રીયજ્ઞ ભગવાનને દેવ-માનવ સૃષ્ટિએ, સૃષ્ટિના અગણિત ઉપકાર બદલ ઈન્દ્રપદ સ્વીકારવા પ્રાર્થના કરી. ભગવાને આસુરી શક્તિના ક્ષય અને દૈવી શક્તિના અક્ષયભંડારને સમૃદ્ધ કરવા ઈન્દ્રપદનો સ્વીકાર કર્યો. સ્વયંભુ મન્વન્તર પર્યન્ત ભગવાને ઈન્દ્રપદ પર બેસી સ્વર્ગનું સંચાલન કર્યું.
English
In many incarnations in the beginning of the universe, Yagnavtar is a unique incarnation. God appeared differently to make the groom given to the Prajapati, who had a terrible penance for the area of the world. But there was no speed in satisfying the development of the universe. God has assumed incarnation as an incarnation for the basic purpose of the growth of the universe.
Lord Scientists manifestation is believed in Swayamvu Manvantar. Photographs of Yugantors history have said that Manu betrayed his daughter with the interest of Prajapati Rishta of the figure, that he would keep Manu with interest and son who would become the jewel of this work.
Anukha and Prajapati have a happy life in the interest of interest. There he was born son Ratan, who was brought up, nurtured, brought up by Manu. This is the only Lord Sri Yagna of this Kunvara of Attitude.
They focus on various ways of sacrificing the ecosystem for the development of society. It has shown the dreams of social development at an instant. Ruchikumar was rewarded by the society as a Yagna when he received a fancy success by offering sacrifices in the personal activities of the society. As a result, the book of history has been depicted as a "sacrifice" to the follower.
Scientist married with a bride named Dakshina. There he was born Dwadash sonrathna. This is known as Dwadash Yam. 1 worshiped as gods
Shrirvak prayed to God to accept Indraprayy for Gods help in the human world, for countless gratitude of the universe. God accepted the induction of wealth and power to enrich Akshay Bhavan of divine power. For God, Swayamu Manvantra, Lord Shiva, was born on the throne.