Swaminarayan Katha – (વાણીનો પ્રભાવ)
ગુજરાતી
સૂર્યનારાયણ મધ્યાહ્ને તપી રહ્યા છે, ઉનાળાનો બળ બળતો તાપ છે, પશુ પંખીઓ તાપથી બચવા માળામાં ભરાઈ ગયા છે. બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંતો હરિભક્તો સાથે પગપાળા ચાલતા આવે છે.
ચાલતા ચાલતા સોખડા ગામ નજીક આવ્યા શ્રીહરિ, સંતો-હરિભક્તો થાકેલા છે. આરામ થાય એવા સ્થળની શોધમાં છે. વડ નીચે બધા સંતો-ભક્તો વિશ્રાંતિ લેવા બેઠા. ગળા સુકાઈ રહ્યા હતા. ખુબ તરસ લાગી હતી. સમર્પણની મૂર્તિ દાદાખાચર આ સંઘમાં છે. તેમના નોકર ત્રિકમ ખવાસને પાણી ભરી લાવવા ગામમાં કુવા તરફ મોકલે છે.
ગામના પદરમાંજ કુવો હતો. પનીહારીઓને કહ્યું કે – મારા બાપની બાઈડીઓ પાણી આપો ન સાંભળી શકાય એવી વાણી, કર્કશ, અભદ્ર વાણી પનિહારીઓએ સાંભળી “જેવા સાથે તેવા” ના ન્યાયે પનિહારીઓએ ત્રિકમ ખવાસને ગાળો ભાંડવા માંડી દાદાખાચરનો નોકર પાણી લીધા વિનાજ પાછો ફર્યો બધા પાણી ન આવવાથી વધુ આકુળ વ્યાકુળ થયા,પ્રભુ ! તરસ ખુબ લાગી છે, કાંઇક વ્યવસ્થા કરો.દયા કરો,મારા નાથ !
પ્રભુએ રઘવાનંદ સ્વામીને આજ્ઞા કરી સ્વામીજી ! પાણી વિના કંઠ સુકાઈ છે. આ ઘોડા બહુ તરસ્યા છે.
પાણીની જલ્દી વ્યવસ્થા કરો ! ભગવાનની આજ્ઞા થતા જ રઘવાનંદ સ્વામી ત્રિકમ ખવાસ જે કુવે પાણી ભરવા ગયો હતો ત્યાં જ ગયા. દુર ઉભા રહ્યા બે હાથ જોડી નમસ્કાર કર્યા વિનંતી સાથે બહેનોને કહે : – હે માતાજી ! બહેનો ! અમે યાત્રાળુ છીએ, મોટો સંઘ લઈને નીકળ્યા છીએ, દુરથી આવ્યા છીએ, ઘડો અને દોરડું આપો તો જાતે પાણી સીંચી લઈશું. હે બહેનો ! તમો તો દયાળુછો, પરદુઃખ ભંજનનું આ કામ કરો.
મધુરવાણીનો કેવો પ્રભાવ ? સ્ત્રીઓના અંતરમાં કરુણાના ભાવ જાગ્યા સ્વામી! તમારા સંઘના માણસોને તથા ઘોડાઓને અમો જાતે પાણી પિવડાવીશું તુરંત જ બધી બહેનો પાણી ભરી લાવી. સંઘ અને ઘોડાઓની તૃષા તૃપ્ત થઈ.
કઠોર વાણીથી દિલ દુભાયું મધુર વાણીથી દિલમાં દયાનો ભાવ. પ્રેમની મધુર સરવાણી પ્રગટ કરી. કઠોરવાણીએ ક્રિયામાં અવરોધ નાંખ્યા મધુરવાણીએ ક્રિયાને સરળ કરી. મધુરવાણી અને મીઠી વાણી ! જીવનને કેવું સુંદર બનાવે છે? વાણી હમેશા સુંદર અને મધુર રાખો જેની વાણી મધુર બનશે તેનું જીવન પણ મધુર બનશે.
English
Sunrise is cracking at noon, summer is hot in heat, animal feeds are trapped in the nest to avoid heat. Lord Shree Swaminarayan, the Lord of the Universe, is walking on foot with saints.
Running near Sokhda village, Sree Hariri, Sants and Herbits are tired. In search of a place to rest. All the saints and devotees sat down to rest. The throat was drying. There was a lot of thirst. The idol of dedication is in the union. His servant dispatches trickle food to the well in the village to fill water.
There was a well in the backyard of the village. He said to the Paniharis that water of my fathers water can not be heard, speech, intrusive speech, and the speechless people are listening to "like with them", the paniharis started dabbling the trickle of food. Dadas servant started taking water, after getting water, all the water returned, was more agitated, Lord! Thirst is very much, manage something. Give me, my nath!
Lord Swaminarayan commanded Lord Raghavanand Swami There is no dryness without water. These horses are very thirsty.
Manage water soon! As soon as Gods command was done, Ragwanand Swami Tricham Khas, who had gone to fill the water, went there only. The two hands standing upside down and say to the sisters with a request: Hello! Sisters! We are pilgrims, we have come out with a large union, we have come from a distance, and we give a rope and we will water ourselves. Hey sisters! Do you do this work of kindness, sadhak Bhajan?
What effect does love have? Lord Swaminarayan: We immediately provided water to the men and the horses in your union, and all the sisters immediately filled the water. Conflicts of union and horse are satisfied.
Heart-felt love for heartbeat with heartbeat Reveal the sweet love of love. Kadrwani helped ease the action by obstructing the obstacle in action. Sweet and sweet voice! What makes life so beautiful? Keep speech always beautiful and sweet, whose speech becomes sweet, life will also become sweet.