Swaminarayan Katha – ઘનશ્યામને જનોઈ આપી
ગુજરાતી
ઘનશ્યામને સાત વર્ષ પુરા થયા . ભક્તીમાતાએ વિચાર કર્યો કે ઘમ્શ્યામને હવે જનોઈ દેવી જોઈએ. એમવિચારી તેમણે બ્રાહ્મણ હરીકૃષણ ઉપાધ્યાયને બોલાવ્યા. હરીકૃષણ ઉપાધ્યાય આખા ગામના ગોર. બહુ પવિત્ર અને સદા બ્રાહ્મણ. તે તો તરત પોતાની પોથી લઈ, પાઘડી પહેરી , ખેસ વીંટાળીને ધર્મદેવને ઘેર પહોચી ગયા. ધર્મ દેવે તેમને આદરથી બોલાવ્યા . બેસવા આસન આપ્યું. પછી કહ્યું : ‘મારા પુત્ર ઘનશ્યામને જનોઈ દેવી છે , જનોઈનું મુહૂર્ત સારું જોઈ દ્યો’.
આ સાંભળી હરિકૃષ્ણ ઉપાધ્યાયે ચશ્માં ચડાવ્યા, ખેસ સરખો કર્યો અને પછી પોથી ખોલી , આંગળીના વેઢા ગણવા લાગ્યા. ગણતરી પૂરી કરીને ફાગણ સુદ દશમ (સં. ૧૮૪૫) ને સોમવારનું મુહૂર્તકાઢી આપ્યું.
ધર્મ દેવે મુહૂર્ત પ્રમાણે જનોઈની તૈયારીઓ શરુ કરાવી. ધર્મ દેવે દરેક સબંધીને તથા સાધુ, બ્રાહ્મણોને કંકોતરીઓ લખી. અયોધ્યાની બરહટા શેરી આખી શણગારી. ઘરને રંગાવ્યું. દીવાલો પર પક્ષી , મૃગ વગેરે ચિત્રો ચિતરાવ્યાં. ઘરની બહાર લીમડાના વૃક્ષ નીચે મોટો મંડપ બંધાવ્યો. રંગોળીઓ પુરાવી. રંગબેરંગી કાચનું ઝાડ બનાવી વચ્ચે ગોઠવ્યું. એ ઝાડની વચ્ચે એક દીવો મુક્યો. ઝાડની ફરતા ઝીણા અરીસા લટકાવ્યા. ચારેકોર દીવાની હાંડીઓ અને ઝુમ્મરો લટકાવ્યાં. રંગબેરંગી રેશમી વસ્ત્રો અને આસોપાલવના તોરણથી મંડપ શોભવા લાગ્યો. જે કોઈ મંડપ જુએ તે તો મંડપની શોભા જોઇને આશ્ચર્યચકિત થઇ જાય.
ફાગણ સુદ દશમને દિવસે વહેલી સવારથી ધર્મદેવનું ઘર શરણાઈના સૂરોથી ગાજી ઊઠયું. સ્ત્રીઓ મંગલ ગીતો ગાવા લાગી. ગોર હરિકૃષ્ણ ઉપાધ્યાયબીજા બ્રાહ્મણોને સાથે રાખીને મંત્રોચ્ચાર કરવા લાગ્યા, યજ્ઞમાંઆહુતિઓ આપી અને ઘી, જવ, તલ વગેરે નાખીને અગ્નિ પ્રગટાવ્યો. ગોરે ઘનશ્યામને સંકલ્પ કરાવ્યો. પછી રામબલિ હજામને બોલાવીને ઘનશ્યામનું મુંડન કારવ્યું. પછી સ્નાન કરાવ્યું ને પીળું પીતાંબર પહેરાવ્યું.
ધનશ્યામ યજ્ઞમંડપમાં આવ્યા. માતા – પિતાને પગે લાગ્યા, આહુતિ આપી , ત્યાં તો આકાશમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બીજા દેવો દર્શન કરવા આવ્યા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી ઘનશ્યામે ગુરુમંત્ર લીધો. ત્યાર – બાદ બ્રહ્મચારીનો વેષ ધારણ કર્યો. મુંજ અને મેખલા ધારણ કર્યો. હાથમાં પલાશનો દંડ અને ભિક્ષાપાત્ર લીઘા. પાચ માતા – પિતા પાસે ભિક્ષા માંગીને ગોરને આપી દીધી,
ત્યાં સુધીમાં તો બપોરે થઇ ગઈ. ઘનશ્યામને જનોઈ પહેરાવીઅને નમતે પહોરે બટુકનો વેશ ધરીને ઘનશ્યામ બડવો દોડવા ગામના ચોકમાં આવ્યા. સૌથી આગળ ઘનશ્યામ અને તેમન મામા વશરામ ભાઈ, પાછળ ધર્મદેવ અને બીજા સગાં -સંબંધીઓ અને સૌની પાછાળ મંગળ ગીતો ગાતી સ્ત્રીઓ. સૌ ચોકમાં ઉત્તર તરફ ઉભાં રહ્યાં. સૌન એ થાઉં કે બડવો દોડશે અને મામા ઘનશ્યામને પકડીને લઈ આવશે. પરંતુ ઘનશ્યામે વિચાર કર્યો : ‘મારે તો અનંત જીવોનું કલ્યાણ કરવું છે, માટે એવો દોડીશ કે સીધો હિમાલયના વનમાં પહોચી જઈશ. મામા પકડી શકે જ નહિ. પછી હિમાલયથી નીકળી બધા સ્થળોએ કોનો ઉદ્વાર કરવા ફરીશ.’
આમ વિચારી ઘનશ્યામ દોડ્યા. મામા વશરામ પછાળ ડોડીયા. મામા ખુબ ડોડીયા પણ ઘનશ્યામ હાથમાં જ આવે નહી. પછી મામા થાક્યા. તેમને ઘનશ્યામની સ્તુતિ કરી પ્રાથના કરી કહ્યું : ‘હે ઘનશ્યામ ! પકડાઈ જાઓ, પાછા વળો, મારી લાજ રાખો. તમે ચાલ્યા જશો તો માતા-પિતાને બહુ દુઃખ થશે.’
આ સાંભળી ઘનશ્યામે વિચાર કર્યો : ‘માતા-પતા નિર્દોષ અને પવિત્ર છે, માટે તેમને મુકીને ન જવાય.’ એમ ધારી પાછા વળ્યા. વશરામ મામા અતિશય રાજી થઇ ગયા તેમને ઘનશ્યામને ખભે ઉપાડીને મંડપમાં આણ્યા. ઘનશ્યામના હાથમાં પાંચ રૂપિયા આપ્યા. ઘનશ્યામે તે રૂપિયા પિતાજીને આપી દીધા. પછી સૌને પગે લાગ્યા અને માતાજી સાથે બેસીને ઘી, ગોળ, ભાત જમ્યા.
ધર્મપિતાએ બ્રાહ્મણો અને સાધુઓને જમાડયા તથા વસ્ત્રો અને દક્ષિણા આપીને વિદાય આપી. ગામમાં દરેકને ઘેર મીઠાઈનાં પીરસણા મોકલ્યાં. સર્વત્ર ઘનશ્યામનો અને ધર્મપિતાનો જ્ય જયકાર થઇ ગયો.
English
Ghanshyam completed seven years. Bhaktimata thought that Ghammshaya should now be honored. He called Brahmin Harikrishna Upadhyay to the mavichari. Gori of Harichrishna Upadhayya Aakha village. Very Holy and Sada Brahman. He immediately took his own pooja, wearing a turban, wrapped his scarf and reached Dharmadev at home. God called them with respect. It was easy to sit down. Then he said, I want to know my son Ghanshyamam, give me a good look at Janoi.
Harikrishna used to wear glasses, made a scarf and then opened the ponytail, began to think of the finger. After completing the calculation, the mohutcourt was removed from Monday by the fagun sud tenth (v 1845).
Religion started the preparations of Hanuman according to religion. Dharma God has written quotes to each and every relative and Brahmins. Decorate the entire street of Ayodhya. Painted the house On the walls, paintings of birds, deers etc. painted. Build a large tent outside the neem tree outside the house. Corolla Proof Arranged between creating a colorful glass tree. He put a lamp in between the trees. The tree has a twinkling twine mirror. Lots of four-walled lanyards and chains hanging. Colorful silk wear and a splendid shirt begin to appear. Anyone who sees a porch will be amazed to see the glory of the tabernacle.
Dharmadevs house bursts through the morning of the morning on the day of Fagun Sud. Women started singing Mangal songs. Gore Harikrishna Upadhyaybhai started with chanting mahotsav with Brahmins, gave offerings in the yagya and started firing by adding ghee, barley, sesame seeds etc.. Gore Ghanshyam was conceived. Then he called the Rambali Hajam to do the trunk of Ghanshyam. After bathing and wearing a yellow flame.
Dhanshyam came into Yajmandap. At the parents feet, they bowed and offered a sacrifice, there were Brahma, Vishnu, Mahesh and other gods in the sky. Flowers from the sky. Then Ghanshyam took the gurmantra. After that, he took the garb of Brahmachari. Behind and relax. In the hands, the penalty penalty and the payment of the lease. He asked the five parents to give a gift to Gore,
Until then, it was in the afternoon. Ghanshyam came to the square of the village to wear banyan bhukku and Ghanshyam was running. At first, women singing Ghanshyam and his Mama Vashram Bhai, Dharmadev and other relatives-and behind them, singing the poem of Mars. All of them stood north in the square. The son will run or bend and Mama will take Ghanshyam. But Ghanshyam thought, I want to do the welfare of infinite creatures, run it or go straight to the Himalaya forest. Mama can not hold. Then who will go to all the places from the Himalayas to revive.
Thinking about this, Ghanshyam ran. Mama Vashram Thakh Dodiya Mama too Dodiya, Ghanshyam does not come in hand. Then Mama tired. He praised Ghanshyam and said, Hey Ghanshyam! Get caught, turn back, keep me lazy. If you go, parents will be very sad.
Ghanshyam thought, The parents are innocent and holy, so do not let them go. Guess its back. Vashram Mama got very much pleased and took Ghanshyam to the tent and took him to the tent. Giving Rs. 5 in the hands of Ghanshyam Ghanshyay gave it to father. Then everyone began to fall and sit with Mataji and eat ghee, jaggery, rice.
The goddess worshiped Brahmins and monks and gave up wear and tune with dakshina. Send sweets to everyone at home in the village. Everywhere, Ghanshyam and dharma were shouted.