Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૨ (પાંચીબાઈ)
ગુજરાતી
ગઢડેથી શ્રીજીમહારાજ બ્રહ્મચારી સંત-પાર્ષદ-હરિભક્તો સહિત ઝીણાભાઈના બોલાવાથી જૂનાગઢ ગયા હતા. તે ગામમાં રૂપરામ નાગરના માતુશ્રી પાંચીબાઈએ એવો સંકલ્પ કર્યો કે શ્રીસ્વામિનારાયણ ભગવાન અંતર્યામિપણે મારી પાસેથી બધી વસ્તુ માગી લે, ને દશ વાગ્યે વગર નોતરે મારે ઘેર જમવા પધારે તો હું અંતર્યામિ ભગવાન જાણું.
આવો સંકલ્પ કરીને પોતાની સખીને ત્યાં ગયાં ને ઉપરની બધી વાત તેને કહી. પછી પાંચીબાઈની સખીએ પણ સંકલ્પ કર્યો જે હું ખાંડ નાખીને દૂધ ઊનું કરીને કોઈ ન દેખે તેવી રીતે મારા ઘરમાં બારણાં વાસી ને ઊભી રહીશ. ને મારું નામ લઈને મારી પાસેથી દૂધ માગી લેશે તો હું પણ તેમની સત્સંગી થઈને તેમનું ભજન કરીશ.
એમ પરસ્પર વાત કરીને પાંચીબાઈ પોતાને ઘેર ગયાં ને ઉત્તમ પ્રકારનો થાળ કર્યો. પછી શ્રીજીમહારાજે દશ વાગ્યે મુકુંદાનંદ બ્રહ્મચારીને કહ્યું કે ચાલો આપણે ગામમાં થાળ જમવા જઈએ. એમ કહીને બ્રહ્મચારી તથા બે પાળાને સંગાથે લઈને શ્રીજીમહારાજ ગામમાં પધાર્યા.
રસ્તામાં દૂધ ઊનું કરીને ઉભી રહેલ બાઈને ત્યાં પ્રથમ ગયા ને કહ્યું કે મણીબા બારણું ઉઘાડો અને શ્રીજીમહારાજ બોલ્યા જે તમારું દૂધ લાવો પીતો જાઉં કારણ કે તમારે સત્સંગી થવું છે માટે. એમ કહીને મણીબાનું દૂધ પીધું ને તેમને સત્સંગીના નિયમ ધરાવીને સત્સંગી કરીને શ્રીજીમહારાજ ત્યાંથી પાંચીબાઈને ઘેર ગયા.
ત્યાં જઈને ઊભા રહ્યા એટલે પાંચીબાઈએ પલંગ પાથરીને બેસાડ્યા. પછી બાઈ બોલ્યાં જે તમો અંતર્યામિપણાથી મારે ઘેર જમવા આવ્યા માટે જમવા ચાલો. ત્યારે શ્રીજીમહારાજે કહ્યું કે નવું રાખેલ ઉનામણું કાઢો. નવી તાંબાકુંડી નાવા માટે કાઢો. ને નવું પીતાંબર લાવો. ને નવો લોટો તથા નવો આબખોરો પાણી પીવા માટે લાવો.
એમ કહીને બ્રહ્મચારી સહિત નાઈને પીતાંબર પેરી જમવા બેઠા. તે સમયમાં મહારાજ કહે હું નહિ જમું, કારણ કે તમો મને સો રૂપિયા ને સોનાનો વેઢ આપશો તો હું જમીશ. પછી પાંચીબાઈએ પટારો ઉઘાડીને શ્રીજીમહારાજને સોનાનો વેઢ આંગળીમાં પેરાવ્યો ને સો રૂપિયા ભેટ મૂકી.
ત્યારે મહારાજશ્રી જમવા બેઠા. આવી રીતે અંતર્યામિપણાથી તે પાંચીબાઈના બધા સંકલ્પ પૂરા કર્યાં તેથી તે બાઈએ શ્રીજીની પાસે વર્તમાન ધારી કંઠી પેરી સત્સંગી થયાં. ને શ્રીસ્વામિનારાયણ ભગવાનના આપેલા નિયમ શિરસાટે પાળીને શ્રીજીનું ભજન કરતાં હતાં.
English
Gurdade Shreeji Maharaj went to Junagadh with the call of Zinabhai, including Brahmachari saint-paarsad-Haribhakta. In the village, Matusree Panchibai of Ruparv Nag Nagar made a plan that Shri Swaminarayan God will ask for everything from me, and at ten oclock, without eating the knot at home, I know the inner God.
By doing such resolutions, he went there to his friend and told him all the above things. After that, the Sakshi Sankhi also decided that after breaking sugar by milking sugar, no one would see me standing in the door of my house. If you ask me for milk by taking my name, then I will worship them and worship them.
He talked to each other and Panchibi went home and made a very good quality. Then Shreeji Maharaj said to Mukandanand Brahmachari at ten oclock, let us go to the thalak in the village. Saying that, after meeting with Brahmachari and two shepherds, Shreeji Maharaj entered the village.
She went there first to the lady standing on the road and said that Maniba opened the door and said Shreeji Maharaj, who would bring your milk to drink, because you want to get a satsang. By saying this, he drank the milk of Maniba and after receiving the satsangi rules, he went to the house of Panchabai from there.
If you were standing there, then Pabibai placed the bed bed. Then you say a woman who came to your house with an inexhaustible meal and go for lunch. Then Shreeji Maharaj said that the newly held agitation should be done. Find out for new copper strips. Get new drinks. Bring new lots and new salty water to drink
Saying that, including the brahmachari, the young woman sat down to drink. At that time, Maharaj said, I will not go, because if you give me a hundred rupees and gold, then I will eat. Then Panchibi opened the door and placed the gold winger on the finger and handed a hundred rupees.
Then Maharajshri sat down to eat. In this way, after completing interimimity, he completed all the resolutions of Panchabai, so that the woman got Shreeji with the current Dhari kitei Peri Satsangi. Shree Swaminarayan worshiped Shreeji by following the rule given by God.