Swaminarayan Kanthi – કંઠી : શરણાગતનું સમર્પણ – ૧ (વિજ્ઞાનદાસ સ્વામી)
ગુજરાતી
ગઢડાથી બે સાધુ ફરતા ફરતા ગામ ભાદરાના રત્ના ભગતના ભાણેજની વાડીએ ગયા. ત્યાં કૂવામાંથી પાણી કાઢીને સ્નાન કર્યું. પછી શ્રીજીનું ધ્યાન તથા પૂજા કરી છોકરાને પૂછ્યું કે તમારા પિતા સુખી છે ? ત્યારે છોકરે જવાબ આપ્યોે કે મારા પિતા દેહ મૂકી ગય છે. પછી છોકરે પૂછ્યું કે મારા પિતાનું શું કામ હતું ?
ત્યારે સંત બોલ્યા જે અમે કાલના ઉપવાસી છીએ. તે હોત તો અમને જમાડત. પછી છોકરે કહ્યું જે હમણાં તમે બેસો. મારી માતુશ્રી મારે માટે બે વખતના રોટલા લઈને આવશે તે રોટલા તમો બેને જમાડીશ. ને હું મારે ઘેર જઈને જમી આવીશ. આમ વાત કરે છે તેટલામાં તેની માતુશ્રી ખાવાનું લઈને આવ્યાં. પછી રત્ના ભગતના ભાણેજે બે સંતને રોટલા તથા દાળ જમાડીને પોતે ઘેર જઈને જમી આવ્યો. પછી સંત બે ઘડી વિશ્રામ કરીને ગયા.
પછી ઘણે વર્ષે તે છોકરાનો અંતકાળ થયો ત્યારે બે સાધુને બે રોટલા જમાડ્યા હતા તે પૂન્યે કરીને તે છોકરો દેવલોકમાં ગયો. પછી ઘણાક વખત દેવલોકમાં રહ્યો. પછી કોઈ મોટા દેવને પૂછ્યું કે આ લોકના સુખ કરતાં બીજું કોઈ આથી વધારે સુખ છે ? ત્યારે દેવે કહ્યું જે આ લોક કરતાં સનાતન ભગવાનનું ધામ છે તે ધામનું સુખ આ સુખ કરતાં અધિક છે ને તે ધામમાં ગયેલો કોઈ પાછો આવતો નથી. એટલે જન્મમરણ થતું નથી. ને આ લોકમાંથી તો પૂન્ય ખૂટે ત્યારે પાછો મૃત્યુલોકમાં જાય છે ને જન્મમરણ થાય છે.
માટે ભગવાનનાં ધામમાં જવું હોય તો તારા મામા રત્ના ભગત સાધુ થયા છે ને તે વિજ્ઞાનદાસજી હાલ ધોલેરામાં રહે છે તેમની પાસે જા, તો તારો તે મોક્ષ કરશે. પછી દેવ થયેલ રત્ના ભગતનો ભાણેજ વિમાનમાં બેસી ધોલેરે આવ્યો. ત્યાં તળાવની પાળે વિમાન રાખી રાત્રિના બે વાગ્યે હે રત્નમામા, હે રત્નમામા, આવી રીતે બૂમ પાડે પણ વિજ્ઞાનદાસ બોેલે નહિ. એમ કરતાં છ માસ વીતી ગયા. તે સમે ગઢડે જવા માટે નીકળેલા ગોપાળાનંદ સ્વામી ધોલેરે આવ્યા.
પછી સવારે ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા. ત્યારે સ્વામી પાસેવિજ્ઞાનદાસજી આવ્યા. પછી પૂજા કરી રહેલા ગોપાળાનંદ સ્વામીએ વિજ્ઞાનદાસજીને સમાચાર પૂછ્યા ત્યારે વિજ્ઞાનદાસજી કહે મારે એક દુઃખ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે શું દુઃખ છે ? ત્યારે વિજ્ઞાનદાસજી કહે મારું પૂર્વનું નામ લઈને કોઈ મને અર્ધી રાત્રિએ બોલાવે છે પણ હું બોલતો નથી, કારણ કે કોઈ સ્ત્રી હોય ને હું બોલું તો મારે ઉપવાસ પડે.
પછી તે જ વખતે ગોપાળાનંદ સ્વામીએ અંતર્દૃષ્ટ કરી જોઈ લીધું. પછી વિજ્ઞાનદાસજીને કહે જે તમારા ભાણેજે આપણાં બે સાધુને રોટલા જમાડ્યા હતા તે પૂન્યે કરીને તમારો ભાણેજ દેવલોકમાં ગયેલ છે ને તેને ભગવાનના ધામમાં જાવું છે માટે તમને બોલાવે છે તો આજે આવે ત્યારે બોલાવજો, ને તેને નિયમ ધરાવીને કંઠી પેરાવજો. એટલે તેને એક અક્ષરધામનો મુક્ત આવીને ધામમાં લઈ જશે.
આવી રાતે ગોપાળાનંદ સ્વામીના કહેવાથી તે દિવસે ભાણેજ રાત્રિએ વિમાન લઈ આવ્યો ને પૂર્વની માફક અર્ધી રાત્રિએ હે રત્નમામા એમ બોલવા લાગ્યો. પછી વિજ્ઞાનદાસજીએ કહ્યું તું કોણ છે? જે હોય તે અહીં આવ. પછી દેવ થયેલ ભાણેજ આવ્યોે. તે જોઈ વિજ્ઞાનદાસજીએ કહ્યું જે શો વિચાર છે ? પછી તેણે કહ્યું જે ભગવાનના ધામમાં જવું છે. પછી વિજ્ઞાનદાસજીએ નિયમ ધરાવીને કંઠી પેરાવીને કહ્યું જે તમોને શું દેખાય છે ?
ત્યારે તે કહે મને ભગવાનનું સનાતન ધામ દેખાય છે ને તે ધામનું વર્ણન કર્યું. પછી તેને પૂછ્યું કે હવે શું દેખાય છે ? ત્યારે કહે મુક્ત દેખાય છે. પછી વિજ્ઞાનદાસજી કહે મુક્ત સંગાથે અક્ષરધામમાં ચાલ્યા જાઓ. પછી વિજ્ઞાનદાસજીના કહેવાથી દેવ થયેલ ભાણેજ શ્રીજીમહારાજના અક્ષરધામમાં ગયા.
English
Two sadhas from Gadhada went to Vadhis brother-in-law in the moving village of Bhadra. Bathing the water in the well and bathing there Then Shreejis attention and worship asked the boy that your father is happy? Then the boy replied that my father has left the body. Then the boy asked, what was my fathers job?
Then the Saint said that we are the descendents of Kala. If it were, Then the boy said, sit down now. My mother will take two breads of bread for me, and you will feed two loaves of bread. And I will go to my house and go.According to this, his mother brought her food. Then, after the rituals of Ratna Bhagat, the two saints got roasta and dal and went home to eat.
Then the saint went to rest after two minutes. After many years, when the boys end came, two sadhus had to feed two rotiBy doing it, the boy went to Devlok. After several times in the Devlok Then someone asked a big god that there is more happiness than any other persons happiness? When God said that this temple of God is eternal, then the happiness of the dham is more than this happiness and no one comes back to the dharma.So birthdays do not happen. When this person is missing from the people, then he goes back to the dead and is born.
If you want to go to Lords temple, then your mother-in-laws Bhagat has become a saint and if you live in Dholera, then you will go to him. Then the goddess Ratna came in the brother-in-law Bhagats Dholera.There is no such thing as it is to say that there is no such thing. Six months have passed since that time. Gopalanand Swami Dholera came to Gadhde to go to Gadhde.
Then in the morning Gopalanand Swami worshiped. Then Swami came to Vigyan Dasji.When Gopalanand Swami, who is worshiping, asked Vishnavidasji about the news, then Shankar Dasji told me to have a pain. Then what is the sadness of Gopalanand Swami? Then Vishnidasji says, by calling me my former name, someone calls me at half-night but I do not speak, because if there is a woman and if I say, I would have fasted.
Then at the same time, Gopalanand Swami took a glimpse of himself.Then say to the scientist that your brother who had fed his two sadhus by Poona, your brother has gone to Devlok and wants to visit him in the temple of God so that he calls you and you call him when he comes today, So they will come free of one Akshardham and take them to the dham.
On this night, when Gopalanand Swami asked him to take the aircraft on the night of Bhatnagar, he started speaking like Hatti Ratnama in the middle of the night. Then the scienceist said, who are you? Whoever is here comes here. Then the goddess will come. What is the idea of Shree Vishnasdas who saw it? Then he said to go to the temple of God.Then Shree Vishnasdasji told the Koti Parabati by law, what do you see?
When he says that I see Gods eternal dham and he describes the dham. Then he asked what it is now? Then the saying appears to be free. Then Shreevandasji said, go free to Akshardham with free music. Then, after telling Vignanasadji, the devotee of God went to Shreeji Maharajs Akshardham.