Devanand Swami
ગુજરાતી
મૂળનામ: દેવીદાન ચારણ
જન્મ: સંવત ૧૮૫૯ કાર્તિક પુર્ણિમા
અવસાન: સંવત ૧૯૧૦ના શ્રાવણ વદ ૧૦ (મૂળી ખાતે)
કુટુંબ: પિતા – જીજાભાઇ માતા – બહેનજીબા
જીવનઝરમર
ધોળકા નજીક આવેલ બળોલ ગામના શૈવભક્ત ચારણકુટુંબમાં તેમનો જન્મ થયો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટનંદ કવિઓમાં તેમનો સમાવેશ થાય છે.
તેમને નાનપણથી જ ભગવાન શિવમાં અનન્ય શ્રદ્ધા હતી. એવી દંતકથા પ્રસિદ્ધ છે કે ભગવાન શિવનો તેમને સાક્ષાત્કાર થયો હતો.
તેમણે ભગવાન શિવ પાસે મોક્ષની માગણી કરી, ત્યારે ભગવાન શિવે તેમને જણાવ્યું કે હાલમાં પરમાત્મા સહજાનંદ સ્વામીના અવતારે પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. એ તમેને રૂબરૂ મળશે. તેઓ પોતાની જીભથી કોણીનો સ્પર્શ કરી શકશે. આ રીતે તે તેમને ઓળખી શકશે.
જેતલપુરના યજ્ઞ પછી સહજાનંદ સ્વામી બાડોલ પધાર્યા. જમણવારના સમયે દહીં ના રેલા ઉતર્યા અને સહજાનંદ સ્વામી જીભથી કોણીએ તે ચાટવા લાગ્યાં. ત્યારે દેવિદાને તેમને ઓળખ્યા અને તેમની પાસેથિ દીક્ષા ગ્રહણ કરી.
સ્વામિનારાયણ સંત બ્રહ્માનંદ સ્વામી તેમના કાવ્યગુરુ થાય. તેમની પાસેથી દેવ મૂનીએ કાવ્ય અને સંગીતની શિક્ષા મેળવી.<p?.
અમદાવાદમાં નરનારાયણદેવના મંદિરની સ્થાપના સમયે તેમણે પોતાની કાવ્યપ્રતિભાનો પરિચય સહુને આપ્યો.
ઉપરાંત ધરમપુર રાજ્યના રાજગાયકો સમક્ષ પણ સંગીતની હરિફાઇમાં સિદ્ધિ મેળવી.
તેમણે બ્રહ્માનંદ સ્વામીના અવસાન બાદ મૂળી સ્વામિનારાયણ મંદિરનું મહંત પદ ૨૨ વર્ષ સુધી સંભાળ્યું.
તેઓ કવિ દલપતરામના કાવ્યગુરુ થાય.
તેમના પદો સ્વામિનારાયણ મંદિરો તથા અન્ય પ્રજામાં ઉત્સાહભેર ગવાય છે.
દેવાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. જ્યારે કોઇ ધ્યાન દઇને તેમની રચનાઓ સાંભળે છે, ત્યારે તે વ્યક્તિને સંસાર અસાર લાગે છે. આજે પણ તેમની કવિતા- ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રત્યેક મંદિરોમાં ખુબ જ ગવાય છે. તેઓ બહુધા મુળીમાં નિવાસ કરીને રહેતા હતા. તેઓ સંપ્રદાયના બંધારણમાં બંધાયેલા કવિ હતા એટલે તેમણે ભક્તિ પ્રધાન રચનાઓ વધુ કરી છે. સંસારની અસાર સ્થિતિનો ચિતાર પણ તેમની પદ રચનાઓમાં જોવા મળે છે. તેમની રચનાઓ “દેવાનંદ કાવ્યમ” ના નામથી સુરેન્દ્રનગર ગુરુકુલ દ્વારા શા. શ્રીનારાયણદાસજી સ્વામીએ પ્રકાશિત કરેલ છે. બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય એવા તેઓ ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ દલપતરામ ના ગુરુ હતા.
જન્મ , શિક્ષા અને પ્રભુમિલન
ઈ.સ ૧૮૦૩માં બળોલ ગામમાં શિવભક્ત શંભુદાન ગઢવીને ઘેર એક તેજસ્વી બાળકે જન્મ ધારણ કર્યો. તેનું નામ હતું દેવીદાન ગઢવી. દેવીદાને સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા ધારણ કરી અને નામ પડ્યું દેવાનંદ સ્વામી. બાલ્યાવસ્થામાં પ્રહલાદની જેમ તેમને આધ્યાત્મમાં વધુ રુચી હતી. પરિવારમાં ભગવાન ભોળાનાથની ભક્તિની પરંપરા હતી. આનુવંશિક ગુણૉ પ્રમાણે ભક્તિ કવિતાની રચના તેને કુદરતી રીતે જ આવડતી. પિતા પાસે જ થોડું અધ્યયન કરતા અને નામસ્મરણમાં લીન રહેતા. શંભુદાન ગઢવી બળોલની સીમમાં આવેલ ધિંગડા ગામની નજીક આવેલ અચળેશ્વર મહાદેવના મંદિરનાં પુજારી હતાં. દેવીદાન તેમનાં પિતાશ્રી સાથે અવારનવાર મહાદેવની સેવામાં સાથે જતાં અને મંદિરમાં ભોળાનાથની ઉપાસનામાં તલ્લીન થતાં. એક લોકવાયકા પ્રમાણે રામાયણકાળના અત્રી મુનીએ આ મહાદેવની સ્થાપના કરેલી. દેવીદાનનાં નાજુક મનમાં પ્રભુ પ્રત્યક્ષ દર્શનની તાલાવેલી હતી. એકવાર તો તેમણે જો શિવ પ્રત્યક્ષ ન થાય તો મસ્તક તેમના ચરણે ફુલ જેમ ધરીને આ પંચભૌતિક દેહનો ત્યાગ કરવાની ઇચ્છા થઇ આવી. બાળકની આવી હઠીલી ભક્તિથી ભોળાનાથે આકાશમાંથી અવાજ કર્યો: આત્મહત્યા ના કર,બાળક તને પ્રગટ ભગવાન મળશે”. આ બાળકે સામે પ્રશ્ન કર્યો. ક્યાં અને કેવી રીતે મળશે”? આકાશવાણીએ કહ્યું: વત્સ, તારા જ ગામમાં ભગવાન આવશે અને કોઈક અલૌકિક લીલા કરશે”. બસ, હવે તો એ દિવસની ઇંતેજારીમાં દિવસો યુગ યુગના થવા લાગ્યા. પણ ભગવાન આવ્યા પણ ખરા. ભગવાન સ્વામિનારાયણ બળોલમાં પધાર્યા. ગામનાં હરિભક્ત રૈયા ખટાણાને ઘેર પધાર્યા. ભગવાનને દુધ અને થુલી જમવા આપ્યાં. ઘરમાં અંધારું હતું એટલે મહારાજે કહ્યું કે અમારે બહાર જમવું છે. ફળીયામાં રૈયા ભગતનું ગાડું પડેલું તેની ઉપર બેસીને જમવા લાગ્યા. જમતા જમતા તાંસળીમાંથી દુધ પીતા હતાં ત્યારે દુધનાં રેલા નીચે કોણીએ ઉતર્યા. ભગવાન કોણીએ જીભ અડાડીને દુધ ચાટવા લાગ્યા. આ જોઇને દેવીદાને પગ પકડી લીધા. આપ સ્વયં ભગવાન છો. મારો સ્વીકાર કરો. બસ ,ત્યારથી આ દેવીદાન સ્વામિનારાયણના આશ્રિત બની ગયા.
English
Father: Jijibhai (Poojari at Shiva Mandir)
Mother: Benjeeba
Birth Place: Barol
Born: Kartik Sud 15, VS 1859.
Birth Name: Devidan
One day Devidans father had to go out so he left Devidan in charge of the Shiva mandir. Lord Shiva apeared from the Murti and asked what He can do for Devidan. Devidan asked Lord Shiva for Antyantik Kaalyan. Lord Shiva replied, "the almighty Lord travels the Earth these days, He will give you Moksha and will be visiting Badol soon. You will identify Him as He will be able lick his elbow." When Lord Swaminarayan visited Badol, Devidan went to have darshan of Him. Lord Swaminarayan was urged to accept some food from villagers. He accepted the food which was porridge. Devidan was watching Bhagwan eat the porridge, then he saw the porridge drip down the elbow of Swaminarayan Bhagwan. Bhagwan licked his elbow and Devidan remembered what Lord Shiva had said to him.
Devidan become a devotee of Swaminarayan Bhagwan and joined Him. Devidan became a Parsad and was taught the art of poetry and music by Bhramanand Swami. He got Bhagwati Diksha and got named Devanand Swami.
Devanand Swami was respected by all followers as he observed obsolete celibacy, deep devotion to Lord Swaminarayan and saintliness towards other saints. Devanand Swami was one of the eight leading poets.
After Devanand Swami passed away Devanand Swami became the Mahant of Muli temple. Devanand Swami composed many kirtans which can be found in Devanand Kavya.
Devanand Swami passed away in Shraavan Vad 10, VS 1910 in Muli.