શ્રી સ્વામિનારાયણ સત્સંગીઓને લસણ ખાવાની મનાઇ શા માટે? – (Why avoid Garlic)
ગુજરાતી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ઉપરાંત જૈન અને વૈષ્ણવ ધર્મમાં પણ લસણ ખાવાનો નિષેધ છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીમાં સત્સંગીઓ માટે લસણ ખાવાની મનાઇ કરી છે.
શ્રી શતાનંદ મુનિએ કરેલા શિક્ષાપત્રી ભાષ્યમાં એની વિગત આપવામાં આવી છે
લસણનો પ્રથમ ગુણ દુર્ગન્ધ છે. લસણ ખાનારનું મોં લાંબો સમય સુધી ગંધાય છે. એનો ઓડકાર પણ ગંધમય હોય છે અને એ વ્યક્તિનો પસીનો પણ એટલો જ ગંધાય છે. જેનાથી મોં ગંધાય, વાસર ગંધાય, પસીનાની બદબૂ આવે, એવી વસ્તુના અન્ય લાભાલાભ હોવા છતાંય ખવાય ખરી? અને તેમાંય સત્સંગીને શોભે ખરી..?
લસણના માનવ સ્વભાવ પર ગેર ફાયદા
- વાત વાતમાં ગુસ્સે થઇ જાય છે.
- નજીવી બાબતમાં ઉશ્કેરાઇ જાય છે.
- સ્ખલીત થઇ જાય છે.
- કામ અને ક્રોધ ઉત્પન્ન થાય છે જે સત્સંગી માટે હાનીકારક છે.
- રજોગુણ પેદા કરવાની શક્તિ છે. જે શુદ્વ જીવન-ધાર્મિક જીવન અને નીતીવાળું જીવન જીવવામાં અવરોધ કરે છે.
લસણના શારીરિક ગેર ફાયદા
- પિત્ત વધે છે અને પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિમાં ઉશ્કેરાટ, ક્રોધ, ચીડીયાપણું વધે છે.
- માનવી કામાતુર બનીને ઘણી વખત ભાન ભૂલી જાય છે અને વ્યભિચાર જેવા દુષણમાં ધકેલાય છે.
- લસણની ચટણી રોજ ખાનાર વ્યક્તિમાં કામનો વેગ વધતાં સ્વપ્ન દોષ, શીઘ્ર પતન, શુક્ર્મેહ અને શુક્રસ્ત્રાવ જેવાં દુષણો ઘર કરે છે અને વ્યક્તિ હેરાન-પરેશાન થઇ જાય છે.
- લસણથી કામવૃતિ વધતી હોવાથી અતિ મૈથુન, હસ્ત્દોષ કે શિલ-ભ્રષ્ટાચારની વૃતિ પેદા થાય છે.
- અપરિણીત યુવાન વર્ગને લસાન ન ખાવું અતિ હીતમાં છે.
- વધારે પડતું લસણનું સેવન યુવાવર્ગનાં ફર્તીલીટી પર માઠી અસર કરે છે
- સ્ત્રીઓને વંધટાત્વ આવવાની શક્યતા રહેલી છે.
- લસણ પિત્તકારક અને ગરમ હોવાથી, ગરમ ઋતુમાં, ગરમ પ્રકૃતિના લોકો માટે હાનીકારક છે.
- શરીરમાં દાહ, તૃષા અને અનિંદ્વા જેવા રોગો થવાની શક્યતા વધે છે.
- વધારે પડતા લસણના સેવનથી પેટમાં સોજા ઉપરાંત ચાંદા પણ પડે છે.
- હોજરીમાં સળો પેદા થાય છે. અને માનવી હેરાન-પરેશાન થઇ જાય છે.
વિરુદ્ધ આહાર માં લસણની ભૂમિકા
- લસણ વિરુધ્ધ આહારમાં અગત્યનો ભાગ ભજવે છે.
- દુધ કે દુધની વાનગી સાથે લસણ ન લેવાય. ચા-કોફી, આઇસ્ક્રીમ સાથે દહીં-છાસ પણ દુધની પેદાશ હોવાથી દહીં કે છાસ સાથે લસણ વિરુધ્ધ આહારમાં ખપી જાય.
- ગોળ કે ગોળની કોઇપણ વાનગીમાં લસણ ન ખાઇ શકાય. દાળ-શાક, ચટણી, અથાણાંમાં જેમાં ગોળ નાખવામાં આવે છે એની સાથે લસણ ન લેવાય કારણ કે એ વિરુધ્ધ આહારમાં આવે છે.
- આવા વિરુધ્ધ આહારથી ચામડીના અનેક રોગો ઉત્પન્ન થાય છે. કોઢ, સોયરાશીષ, ખસ, રક્તપિત્ત જેવા ભયંકર રોગોની ઉત્પતીમાં લસણ વિરુધ્ધ આહાર તરીકે અગત્યનો ભાગ ભજવે છે.
લસણના ગુણોના સરવાળા કરતાં દુર્ગુણો વધારે પડતા છે
- વાયુના તમામ રોગોમાં લસણ ગુણકારક જણાયું છે. મુખ્યત્વે સાંધાના રોગોમાં લસણ અગત્યનો ભાગ ભજવે છે.
- બ્લડ કોલેસ્ટ્રોલમાં પણ લસણ સારૂં પરિણામ આપે છે. લસણના ગુણોના સરવાળા કરતાં દુર્ગુણો વધારે પડતા હોવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાને સત્સંગીઓ માટે લસણ ન ખાવાની આજ્ઞા આપી છે જે યથા-સ્થાને અને આર્શીવાદરૂપ છે.
- લસણ ન ખાવાથી થતા ફાયદાની નોંધપોથીમાં એના બે-ત્રણ ફાયદા ક્યાંય વિલીન થઇ જશે એમાં કોઇ જ સંસય નથી.
- આથી સ્વામિનારાયણ સત્સંગીઓએ કોઇ પણ સંજોગોમાં લસણ ખાવું હીતદાયક નથી.
English
Apart from Shree Swaminarayan Sampradaya, Jain and Vaishnavism also prohibits the consumption of garlic.rnrnShree Swaminarayan Bhagwan has forbidden the garlic for Satsangi in Shikshapatri, written in his own name.rnrnDetails of Shree Shankanand Munis Shikshapatri commentary have been givenrnrnThe first quality of garlic is bad. The mouth of the garlic eater lasts for a long time. His belly is also odorous and the persons perspiration also smells like this. Due to which there is any other benefit of such thing which is contaminated by the mouth, the smell of the garbage, the smell of rubbing, is it eaten? And in the same way Satsang is beautiful ..?rnrnProfit on the human nature of garlicrn- rn
- It gets annoyed by talk. rn
- It is provocative in small things, rn
- Its easy, rn
- Work and anger arise, which is harmful for satsangi. rn
- There is the power to create the magic. Who obstruct a pure life-religious life and living life. rn
- rn
- Bile increases and stimulates excitement, anger and irritability in the person with bile-natured nature. rn
- Human beings often forget about their feelings and get involved in such evils as adultery. rn
- Garlic sauce makes a lot of work, such as dream fault, fall, Shukra and Venus, increasing the speed of work, and the person gets annoyed. rn
- Due to the increasing effect of garlic, excessive sexual intercourse, indigence, corruption, and corruption arise. rn
- It is extremely unhealthy for a unmarried young man not to eat lysas. rn
- Excessive garlic intake affects the youths fertilityrnThere is a possibility of female infertility. rn
- Garlic is poisonous and hot, it is harmful to hot people, hot weather. rn
- The possibility of getting diseases like burns, thirst, and anxiety in the body increases. rn
- Excessive garlic intake leads to toxins in addition to inflammation of the stomach. rn
- Sausages are produced in gases. And humans become annoyed. rn
- rn
- Garlic plays an important part in diet. rn
- Garlic is not mixed with milk or milk dish. Due to tea and coffee, ice cream, yogurt and chasas are also milk products, they can be eaten with garlic or chhas in a diet against garlic. rn
- Garlic can not be eaten in any dish of jaggery or jaggery. Garlic is not used in the preparation of dal-vegetables, sauce, pickles, and jaggery because it comes in the opposite food. rn
- Dietary eating leads to many diseases of the skin. In the production of deadly diseases such as leprosy, soya, husk, leprosy, garlic play an important role as a diet against garlic. rn
- rn
- Garlic has been found to be excellent in all airborne diseases. Garlic plays an important role mainly in joint diseases. rn
- Garlic also gives good results in blood cholesterol. As the garbage of garlic is excessive due to the excess of garlic, Lord Swaminarayan has given the order to not eat garlic for the Satsangis, which is in a state of place and ardent. rn
- The benefits of not eating garlic will add up to two or three benefits, and there is no one in it. rn
- Therefore, Swaminarayan Satsangis are not so lenient to eat garlic in any case rn