Gopalanand Swami – Yogi Raj
ગુજરાતી
• પ્રાગટ્ય:સંવત ૧૮૩૭, મહા સુદ આઠમ
• પ્રાગટ્ય સ્થળ:ગામ – ટોરડા, તાલુકો – ભિલોડા, જિલ્લો – સાબરકાંઠા, રાજ્ય – ગુજરાત, ભારત
• પૂર્વાશ્રમનું નામ:ખુશાલ ભટ્ટ
• માતાનું નામ:જીવીબા
• પિતાનું નામ:મોતીરામ ભટ્ટ
• ગુરુનું નામ:ભગવાન શ્રી સ્વામિનારાયણ
• સંત દીક્ષા:સંવત ૧૮૬૪, કારતક વદ આઠમને દિવસે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીએ સ્વયં ભગવાન સ્વામિનારાયણેસંત દીક્ષા આપી હતી.
• વિશિષ્ટતા:
1. ૧. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે તેઓમાં અદ્ભુત સામર્થી હતી. તેઓના સંકલ્પથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો. સૂર્ય અને ચન્દ્રની ગતિ અટકી જતી
2. ૨. ૩,૦૦૦ નંદસંતોમાં ભગવાન સ્વામિનારાયણે તેઓના દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી
3. ૩. તેઓ ભગવાન સ્વામિનારાયણના સૌથી વ્હાલા અને અતિ નિકટના સંત હતા
• અંતર્ધાન:સંવત ૧૯૦૮, વૈશાખ સુદ પાંચમ
• અંતર્ધાન સ્થળ:ગામ – વડતાલ, તાલુકો – નડિયાદ, જિલ્લો – ખેડા, રાજ્ય – ગુજરાત, ભારત
• આલોકમાં દર્શન:૭૧ વર્ષ, ૨ માસ, ૨૭ દિવસ (સંવત ૧૮૩૭, મહા સુદ આઠમથી સંવત ૧૯૦૮, વૈશાખ સુદ પાંચમ)
અઢારમી સદીમાં જનસમાજની ઉધ્વગતિ કરવામાં સહજાનંદ સ્વામીનું પ્રદાન મુખ્યત્વે રહ્યું છે. તેમણે અને તેમને બનાવેલા ૩૦૦૦ જેટલા સંતોએ ટૂંકાગાળામાં ગુજરાતની ધરતી ઉપર ગામડે-ગામડે વિચરણ કરીને આખું આયખું ઘસી નાખ્યું છે. આ સમગ્ર જહેમતમાં સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી વધુ ફાળો તેમના સંતોમાંથી સદ્. ગોપાળાનંદ સ્વામીનો રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાને તેમને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સુકાની તરીકે નીમ્યા હતા.
આવા ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લાના ટોડલા ગામે ઠાકર મોતીરામ અને તેમનાં પત્ની જીવીબાના કૂખે સંવત ૧૮૩૭ના મહા સુદ-૮ને સોમવારના રોજ થયું હતું. તેમનું બાળપણનું નામ ખુશાલ ભટ્ટ હતું. જે તેમનાં દર્શન કરે તે ખુશખુશાલ બની જતા. નાની વયે જ તેમણે ચારેય વેદ, ષટ્શાસ્ત્ર, અઢાર પુરાણ, ભારત આદિ ઈતિહાસ વગેરે બધાં જ શાસ્ત્રોમાં પારંગત થયા હતા. તેઓ નાનપણથી અખૂટ ઐશ્વર્ય બતાવતા.
યુવાનવયે તેમણે પોતાનું જીવન સમાજના ઉદ્ધારાર્થે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધું. સંવત ૧૮૬૪ના કાર્તિક માસની કૃષ્ણપક્ષની અષ્ટમીએ તેમને ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી ગોપાળાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું.
સ્વામીનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો. દીન-દુખિયા આવી પ્રાર્થના કરે તો તેને વ્યવહારે સુખિયા કરતા. કોઇપણ જીવના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, વાસના આદિ દોષોને તરત તેઓ ટાળી નાખતા. આવા શ્રીજી સંકલ્પ મૂર્તિ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ સૌ કોઇ સંપ્રદાયના હરિભક્તો તો શું? મોટા મોટા સંતો પણ પોતાનું અહોભાગ્ય માનીને કરતા.
ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે સ્વામિનારાયણ ભગવાને જૂનાગઢની મહંતાઇ સોંપી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે હું મહંતાઇના હાર તો જ પહેરું કે જો ગોપાળાનંદ સ્વામી તેમની દિવ્યવાણી-સમાગમનો લાભ બાર મહિનામાં એક માસ મને જૂનાગઢ આવીને આપે. જો કોઇ વર્ષે ન અવાય તો બીજા વર્ષે બે માસ આવીને આપે. મહાપ્રભુએ આ વાત કબૂલ રાખી અને પછીથી કાયમ ગોપાળાનંદ સ્વામી પ્રતિ વર્ષે જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને સમાગમનો લાભ આપવા માટે પધારતા હતા. (અક્ષરાનંદસ્વામીની વાતો-૬૧૮)આવા ગોપાળાનંદ સ્વામીએ સંપ્રદાયમાં સાહિત્ય ક્ષેત્રે પણ અણમોલ સેવા કરી છે. તેમણે ૨૫થી પણ વધુ શાસ્ત્રોની રચના કરી છે.
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત એવા ગોપાળાનંદ સ્વામીએ જીવન પયઁત સત્સંગની ખૂબ જ સેવા કરી છે. ૨૨ વર્ષ સુધી શ્રીજી મહારાજની સાથે રહી સેવા કરી છે અને ૨૨ વર્ષ સુધી શ્રીજી મહારાજ અંતધૉન થયા પછી પણ આ સત્સંગને સાચવ્યો છે. એવા શ્રીજી સંકલ્પ મૂર્તિ ગોપાળાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને મહાદીક્ષા આપી તેને આ કા…
English
Father: Motiram Sharma
Mother: Kushladevi
Birth Place: Todla (Idr area)
Born: Monday, Maha Sud 8, 1837 (around evening at six)
Birth Name: Khushal Bhatt
Caste: Brahmin
Wife: Adityabai
Son: Harisankar
Daughter: Anupamba
Description: Fair complexion and thin
Khushal Bhatt was married, but was not attached. He was very intellectual thus helping him learn Sanskrit and acquiring religious knowledge. Later on, he moved to Dabhoi where he set up a school and taught young Brahmins. He heard from Kashiram and Murlidhar about Lord Swaminarayan and later he learned more about Lord Swaminarayan from Sharveshranand Swami. The more he learned about Lord Swaminarayan, the more knowledge he acquired. His students started having Samadhi. From his teaching, he became a prominent person in the community and people started paying him respect.
One day Lord Swaminarayan disguised himself as a normal Brahmin and went to Todla. He told Khushal Bhatt that if he wants to see the Lord Supreme, then follow me. Both came to the outskirts of Jetalpur and suddenly Lord Swaminarayan disappeared. Khusal Bhatt went into Jetalpur and met Lord Swaminarayan. He immediately decided to serve Him. Khushal Bhatt went with Lord Swaminarayan to Gadhpur. At Gadhpur, Khusal Bhatt was given Bhagwati Diksha on Samvat 1864 Kartik Vad 8 and was given the name of Gopalanand Swami.
Gopalanand Swami became a prominent sadhu of Swaminarayan sampraday. He mainly stayed in Vadodra. After Lord Swaminarayan left this world, he lived for another 22 years making sure the Swaminarayan sampraday was running properly. He died in Samvat 1908 Vaishakh Ved 5 at Vadtal. During his lifetime, he wrote 19 books in Sanskrit and 6 books in other languages. One of them was the Shikshapatri in Marathi.
Important Events:
One day Khushal Bhatt met a dumb child and removed his dumbness. The child started talking. (Before Khushal Bhatt was a swami)
In Samvat 1878 Fagan Sud 3, the installation of Narnarayan Dev in Ahmdabad was taking place. Gopalanand Swami was appointed to perform the Havan. Lord Swaminarayan said, "this Gopalanand Swami can change a stone into a Dev."
In Sarangpur, the installation of Hanumanji was taking place on Samvat 1905 Aso Vad 5. Shukanand Swami and Gopalanand Swami did the Aarti to Hanumanji. Gopalanand Swami stood infront of Hanumanji and concentrated his powers into the murti and suddenly Hanumanji began to move. Gopalanand Swami drew the picture and Kanji Kadiya sculpted it. Gopalanand Swami also had a stick which has immense powers to ward off evil. This stick is still being used and is kept in Sarangpur Temple
When the Laxminarayan Temple was being built in Vadtal, Kashiabhai of Petlad was asking for tax on goods which were being used in the service of the Temple. Lord Swaminarayan sent Gopalanand Swami to meet Kashiabhai. Gopalanand Swami talked to Kashiabhai and persuaded him to stop charging them tax. Kashiabhai ordered a marble stone which represented God to be brought from Vadtal mandir and kept in his house. Gopalanand Swami tried to explain to Kashiabhai that what he was doing was wrong but Kashiabhai did not listen. Kashiabhai became ill (could not excrete) and apologised to Gopalanand Swami for his wrongdoing and later became well
Hemraj Shah from Sundariyana town was a Vaishna doctor. He had four sons, their names were Vana Shah, Pooja Shah, Jetha Shah and Heera Shah. Vana Shah and Pooja Shah were Swaminarayan satsangis and Hemraj Shah did not like this. Vana Shah and Pooja Shah requested Gopalanand Swami to make his father a satsangi. In response, Gopalanand Swami told Vana Shah that he was ill and requested Hemraj Shah to see him. Hemraj Shah went to see Gopalanand Swami and could not feel his pulse but Gopalanand Swami was still alive. He realised that Gopalanand Swami was no ordinary person; he must be a powerful man. Hemraj Shah became a very good devotee. He was shunned from his community and was made outcast but he did not budge and kept on praying to Lord Swaminarayan