Sadguru Tyaganand Swami – (સદ્ગુરૂ ત્યાગાનંદ સ્વામી)
ગુજરાતી
જેમણે પ્રભુ પ્રત્યે સદા ભક્તિભાવનું પુનિત ઝરણું વહેતું રાખ્યું છે. કંટકો ભર્યા મુશ્કેલીનાં માંડવા વચ્ચે પણ આત્માના અનુભવનો આનંદ અક્ષુણ્ણ રાખી પરમાત્માની આજ્ઞા પાળીને અલબેલાનાં આશીર્વાદનો અભિષેક પ્રાપ્ત કર્યો છે. એવા ત્યાગા નંદ સ્વામી ક્યા ગામના હતા તેનો ઈતિહાસ પ્રાપ્ત નથી. પરંતુ તેઓ ઉત્તમ મુમુક્ષુ હતા. તેમણે વચનામૃતમાં પૂછેલા પ્રશ્ન પરથી જાણી શકાય છે. ગ.પ્ર.૭૮ ના વચનામૃતમાં ત્યાગાનંદ સ્વામી મહારાજને પૂછે છે કે ‘‘ભગવાન રાજી કેમ થાય’’ત્યારે શ્રીજી મહારાજ કહે ભગવાન જેમ કહે તેમ કરે તો ભગવાન રાજી થાય.
શ્રીજી મહારાજ વરતાલમાં અન્નકૂટોત્સવ કરે છે. ત્યારે ગામો ગામથી સંતો ભક્તો પધારે છે. તેમાં ત્યાગા નંદ સ્વામી શ્રીહરિની સ્તુતિ કરે છે. કે
હે ભગવન્! એાપ અમૃતપદ,અક્ષરધામના પતિ છો. ધર્મદેવને ઘેર પ્રગટ થયા છો. નવીન મેઘના સમાન શ્યામ સુંદર આપની મૂર્તિ છે, પોતાના સંતોએ જેની પૂજા કરી છે. તે શ્વેત વસ્ત્ર અને ફૂલહારોને ધારણ કરી રહેલા આવા આપને શરણે હું સદા આવ્યો છું.
આમ શ્રીહરિના શરણાગત તરીકે જીવન જીવીને સત્સંગને ઉજાળનાર ત્યાગનંદ મુનિને કોટિ કોટિ વંદન…
English
Who has kept the blazing stream of spiritual devotion towards God. In spite of having trouble, the joy of the experience of the Soul has been achieved by keeping the supreme command of Paramatma and receiving the Ablation of Al-Belas blessings. There is no history of those who belonged to Thaaga Nand Swami. But they were excellent moments. It is known from the question asked in Vachanamrut. In the Vachanamrut of G.P.78, Tyaganand asks Swami Maharaj, "Why do Lord Razi happen?" When Shreeji Maharaj says, as God says, then God will be pleased.
Shreeji Maharaj makes a meal of food. Then the devotees of the holy places worshiped the village villages. In it, Tiaga nand Swami praises Shri Lahiri. That
Hey Bhagwan! Epe is the husband of Amrutadha, Akshardham. Dharmadev has been exposed at home. It is a beautiful beautiful idol of the new cloud, worshiped by his saints. I have always been in the habit of wearing white clothes and holding the fountain.
Thus, Tiwagand Muni, who celebrates satsang by living life as a refugee of Sriharri