Vachanamrut Mahima – (વચનામૃત મહિમા)
ગુજરાતી
વચનામતૃ એટલે
- ભગવાન શ્રી સ્વામિનારાયણની પારાવણી
- ભગવાનશ્રી સ્વામિનારાયણ અને પરમહંસોની અધ્યાત્મ ગોષ્ઠી
- ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્યારા ભક્તોની આત્મીય ગૌષ્ઠી
- ગહન તત્ત્વજ્ઞાનનો સરળ ઉપદેશ
- જટિલ સાધનાના માર્ગનું સરળ માર્ગદર્શન
- અધ્યાત્મના ગૂઢ તત્વોનું ગહન અધ્યયન અને
- હસ્તામલક રજુઆત
- અમતૃની અમીધારાઓ અને
- શાંતિની શીતચંદ્રિકાઓ
સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ, ૫૦૦ પરમહંસ નંદ સંતો સાથે અપાર કરૂણા કરીને આ પૃથ્વી પર પધાર્યા અને આત્યંતિક કલ્યાણનો માર્ગ નિષ્કંટક કર્યો. સ્વયં પ્રવર્તાવેલી મોક્ષ પ્રણાલિકા યાવચ્ચંદ્રદિવાકરૌ અક્ષુણ્ણ રહે એટલા માટે સત્શાસ્ત્રોની રચના કરીકરાવી. શિક્ષાપત્રી દ્વારા ઐહિકામુષ્મિક સિદ્ધિની બાંહેધરી આપી એટલુ જ નહિ સ્વહસ્તે ઉપાસ્ય સ્વરૂપની સ્થાપના પણ કરી.
મુમુક્ષુતાને પાંગરતી રાખવા માટેની અમતૃસંજીવની એટલે “વચનામતૃ“.માયિક ઉપાધિઓમાં જન્માંતરોથી રાચતા મુમુક્ષુ જીવાત્માઓને વચનાનુસાર આષાઢી મેઘની જેમ સ્વયં શ્રી હરિએ આકંઠ તૃપ્ત કર્યા. આ વચનોના મોક્ષમાત્રૈકહેતુથી પ્રબોધિત આ ગ્રંથ મોક્ષરુપ લક્ષ્ય સિદ્ધિ માટેનો શિખરગ્રંથ છે. પૂર્ણપુરુષોત્તમનારાયણે પોતેજ પોતાના પરસ્વરુપની અદ્દભુત ઓળખાણ આ ગ્રંથમાં કરાવી છે. તારામંડળથી સુશોભિત ચંદ્રની જેમ સભાને શોભાવતા શ્રી હરિએ પોતે જ પોતાના સ્વરુપને ઓળખાવતા આ વચનો કહ્યા છે – ” એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિષે પ્રગટ થયા થકા સર્વ જનોના નયન ગોચર વર્તે છે. ને તમારા ઇષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરુપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરુપમાં કાંઈપણ ભેદ નથી. એ બે એક જ છે. ” ” અને એવા જે એ ભગવાન તે જ પોતે દયાએ કરીને જીવોના પરમ કલ્યાણ કરવાને અર્થે હમણા પ્રકટપ્રમાણ થકા તમારી સર્વેની દૃષ્ટિને ગોચર સાક્ષાતપણે વર્તે છે. માટે ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે એ બેમાં ફેર નથી ‘‘જે તેજને વિષ મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે, એમ જાણજો. “ “અને તે તેજને વિષે દિવ્યમૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વસુદેવ તે અખંડ વિરાજમાન રહે છે, અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યાકૃતિએ કરીને પૃથ્વીને વિષે સર્વેજનને નયનગોચર થકા વિચરે છે.”
સદ્દગુરુવર્ય શ્રી મુક્તાનંદ સ્વામી, સ.ગુ. ગોપાળાનંદ સ્વામી જેવા અક્ષરમુક્તોની જીજ્ઞાસાઓના નિમિત્તથી વહેલી આ વચનોની અમૃતધારા યુગયુગાંતર સુધી મુમુક્ષુઓના અંતરને ઠારનારી છે. મોહ, માયા અને મૃત્યુના પાશથી મુકાવનાર આ પરબ્રહ્મનું વાઙ્ગમય સ્વરુપ રુપ વચનોનું અમૃત મુમુક્ષુઓ માટે સદા-સર્વદા સેવ્ય છે.
વચનામૃત એટલે વચનામૃત. શ્રી સર્વાવતારી શ્રીહરિ કૃપા સરિતાનું સ્થિર થયેલું વાઙ્મય સ્વરૂપ. આ કોઈ શબ્દ-શાસ્ત્રીનું શાબ્દિક ગૂંફન નથી કે ન્યાય શાસ્ત્રીના અનુમાન કે વેદાંતીના વાદ-વિવાદનું પક્વફળ. આ કોઈ બૌદ્ધિક વ્યાયામ કરીને પ્રતિવાદિ ભયંકર બનેલા પંડિતની પ્રજ્ઞા પ્રતિભા નથી કે, નથી કંદમૂળ ખાઈને જપ, તપ વ્રતના પ્રતાપે આત્મદ્રષ્ટા બનીને અનુભવની આધારશીલા પર બેઠેલા યોગિઓનો અદ્રષ્ટપૂર્વ બૌદ્ધિક ચમત્કાર. અરે ! આ પરમાત્માનો સાક્ષાત્કાર કરનાર પરમહંસોની વાણી પણ નથી આ તો સ્વયં પરબ્રહ્મ પરમાત્માની પરાવાણી છે.
અધ્યાત્મ અમૃતની ખાણ સમાન આ વચનામૃત એ અધ્યાત્મ સાહિત્યિક ક્ષીરસાગરના સાર રૂપ ધૃત અમૃત છે. જે વિના મંથને મળ્યું છે. એટલે જ શ્રીજીનું કૃપાવાક્યામૃત છે.
વચનામૃતના પાને-પાને જ્ઞાન સરિતાનું સંગીત, ભક્તિની ભિનાશ, જ્ઞાનની ગરીમા અને આત્મા-પરમાત્માની અનુભૂતિ ગુંથાયેલી છે તેના નિયમિત વાંચનથી આત્મા-પરમાત્મા ઉભય તત્ત્વને પ્રત્યક્ષ કરી શકાય છે. આ ગ્રંથના અધ્યયન દરમ્યાન માત્ર કાગળ પર લખેલા અક્ષરો જ નહિ પણ મુમુક્ષુજીવનની વાસ્તવિકતા ચિત્રાત્મક ભાષામાં વાંચવા, જોવા મળે છે અર્થાત્ આત્મસ્વરૂપનું હુબહું ચિત્ર નજરે પડે છે. વાસ્તવિકતાની સાથે સાથે વાંચકની જાતને બતાવવાની ચમત્કારિક શક્તિ વચનામૃતોમાં સહજ ભરેલી છે. એટલે આ ગ્રંથને સાધકનો અરીસો કહીએ તો કંઈ ખોટું નહિ. આ ગ્રંથને વાંચતા શીખે એ આત્મા-સ્વને વાંચતા શીખી જશે.
English
Lord Parvavani of Lord SwaminarayanrnLord Shree Swaminarayan and Paramhansos spiritual gothirnPure devotees of God SwaminarayanrnSimple teaching of profound philosophy ...rnSimple guide to the road to complex sadhanarnDeep study of the spiritual elements of the spiritual andrnSignature submission-rnAmritdarrnShital chants of peacernrnSaurvvatari Lord Shri Swaminarayan, 500 Paramahansa Nand saints, with compassion and compassion, passed on this earth and drew the path of extreme welfare. Self-motivating moksha system, Yavakandhivaravakra has created formulas so that it remains unconcerned. Shikshapatri also guarantees the achievement of achikamushmi achievement, and also establishes the form of self-evolving forms.rnrnIn order to keep Muktukta united, the meaning of "Vacharatruti". According to the promise of Goddess Jagatats, by the birth of birth offerings in the religious rituals, Shri Satyarthi satisfied himself. This book, written in the Moksha of the promises of this promise, is the summation for Lakshya Lakshya achievement. Purn Purshottamnarayan himself has created the wonderful identity of his own inspiration in this book. Mr. Hari, who has held the meeting like a decorated moon, from the constellation, has said these words by identifying his form: "The supreme Lord, the highest God, is doing the same kindness by doing the same kind of love that has been revealed to the world for the welfare of living beings. It is your heart, and your service accepts. Whatever the absolute Purshottam Bhagwan is about in his form and about Akshardham, which God has no distinction in his form. It is the same as the two. "" And the one who is God, by doing kindness to Him, the very prakamatmana of the world is acting in its proper place in the sight of all the surreal ... for the Akshardham, which is the idol about it. The statue is real, there is no difference between the two. "That which is the poison idol of the brightness, this is the real maharaj, know that" "and that is about the brightness of Lord Vishudeva, Continuation remains intact, and the same person thinks of the existence of the universe in the form of a human being through the use of a divine idol of lifes welfare;rnrnSadguru Varya Shree Muktanand Swami, S.G. These words of Shri Amritdhaaradha from the beginning of the epithets of Akshar-Mukta like Gopalanand Swami are resolving the distance between the devotees till the Yugauganta. This parabrahman, inspired by the attachment of attachment, illusion and death, is the evergreen worship of the Lord.rnrnVachanamrut means Vachanmrit ... Shri Vivekanand Swami is the permanent form of Shree Sarvavatari Shree Hari Kripa Saratya ... This is not a word of scholarly statement that the Shastri prediction or the conquest of the Vaivanti is the culmination of this ... This intellectual exercise, Pragnya is not a talent, not eating rootless japa, being a self-realization of tapa vrata, and sitting on the pillar of experience, yoga The unexpected intellectual miracle of AI ... Oops! This is not the speech of Paramhans who are realizing this Paramatma. This is Paranamma (Self-realization) of Paramatma.rnrnThis Vachanamrut, like the spiritual ambrosial mine, is the elixir of the spiritual literary poem. Without which the math is found. That is why Shreejis grace is called Karmic.rnrnFrom the regular reading of Gnan-Sartas song of Vachanamrut, Bhanbhakti of Bhakshna, the knowledge of the Gnani and the realization of the soul-paramatma, can be made direct to the soul-parmatma rational element. During the study of this book, not only the letters written on paper, but the reality of the liberation, is seen in the dialectical language, ie the picture of the Self is seen in the picture. The miraculous power of showing the reader as well as in reality is inherently full of truth. Therefore, it is not wrong to call this scripture a mirror of a seeker. It will be learned to read the scripture and read the soul.