Veer Bhaguji – (વીર ભગુજી)
ગુજરાતી
રાજસ્થાની રણધીર શૂરવીર પાર્ષદમણી ભગુજીનો જન્મ રાજસ્થાનનાં ‘‘મોરસ’’ ગામમાં થયો હતો.જાતે રજપૂત ગરાસદાર હતા. ભગુજીને નૈસર્ગિક પ્રભુપ્રત્યે પ્રેમ અને શૂરવીરતા હતા.
એકવાર રાજસ્થાનમાં સત્સંગ પ્રચાર પ્રસાર કરવા સુખાનંદ સ્વામી ગયા. ભગુજીને સુખાનંદ સ્વામીનો ભેટો થયોને સંત સમાગમરૂપી વારી મળતા મુમુક્ષતાનું બીજ પાંગર્યું. ભગવાનને મળવાનો દૃઢ નિશ્ચય કર્યો.
શ્રીજી મહારાજનું પ્રથમ દર્શન સિધ્ધપુરમાં થતાં ચિત્ત-વૃત્તિમાં જગત્પ્રત્યેની વૈરાગ્યની જ્વાળા ભભૂકી ઉઠી. શ્રીહરિને પ્રાર્થના કરી કે મને તમારી સેવામાં રાખો. શ્રીહરિએ પ્રસન્ન થઈને પોતાના અંગરક્ષક તરીકે રાખ્યા. તેમનું શરીર બળ અને મનોબળ એવું અજોડ હતુ કે કાઠિયાવાડનાં કાઠીઓ વીર ભગુજી સામે મીટમાં ડવા સમર્થ થતાં નહી. ભગુજીનો પ્રભુ પ્રત્યેનો પેમ, એમની આજ્ઞાપરાયણતા અને એમની શૂરવીરતા આલેખતાં અનેક આખ્યાનો સંપ્રદાયનાં ઈતિહાસમાં અસંખ્ય પાનાઓમાં પથરાયેલા છે.
માંડવધાર ગરાસ અંગે ભાણખાચર સાથે ધીંગાણું થયું ત્યારે મહારાજે ખેતરનું રક્ષણ કરવા પાર્ષદો અને ભગુજીને મોકલેલા. ત્યારે ખબડ અને મતારા નામના બે સિંધીઓ સાથે મોટું ભયંકર યુધ્ધ થયું. ભગુજીએ પોતાના કાંડાનુ કૌવત બતાવ્યું. તે વખતે ભગુજી ઉપર અઢાર જીવલેણ ઘા થયેલા છતાં તે સહન કરીને શત્રુ પક્ષનો પરાજય કર્યો.
શ્રીજી મહારાજની સમીપમાં જ હંમેશા રહી મનનાં સંકલ્પની માફક અખંડ સેવા કરતા. શ્રીજી મહારાજે તેમની પરીક્ષા કરવા ઘણીવાર ધુત્કારેલા છતાં અનન્યભાવથી તેમને ભગવાનપણાનો નિશ્ચય ડગ્યો ન હતો. શ્રીહરિના અંતર્ધાન થયા પછી તેઓ બ્રહ્માનંદ સ્વામી પાસે રહ્યા અને શેષ જીવન મુળીમાં રહીને વ્યતીત કર્યું.
વીર ભગુજી જેવા શૂરવીર અને અધ્યાત્મમાર્ગે અડીખમ રહી ઝઝૂમનારા એ મરજીવાઓની વીરગાથાનાં પડઘા કાળના કશબ પંજાની વચ્ચે પણ પડતા રહેશે અને તેમની ભગવન્નિષ્ઠા અને શૂરવીરતાની સ્મૃતિની ઝાંખી કરાવશે .ધન્ય હો આવા ભક્તરાજને.
English
Rajdhani Randhir Shurveer Pardhaman Bhaguji was born in the village of "Moras" in Rajasthan. Rajput was a handsome giant. Bhaguji was in love and bravery in the natural Lord.
Once upon a time, Sukhanand Swami went to Rajasthan to spread satsang Bhuji got the gift of Sukanand Swami and found the saint of the saint, he got the seed of the liberation. He made a firm resolve to meet God.
Shreeji Maharajs first Darshan in Sidhpur, in the chit-instincts of Jyotusara Vairagya flame flare. He prayed to Shrihari that keep me in your service. Shree Lahiri was pleased and kept his bodyguard. His body strength and fortitude was so unique that neither Kathiawad kathis were able to swim in front of Veer Bhaguji. Bhagujis palm towards Lord, his obedience and many of his heroic figures are scattered across numerous pages in the history of the sect.
When Mandangarh Garas was struck with a masonry, Maharaj sent Parshadra and Bhaguji to protect the farm. Then there was a fierce battle with two groups named Khadad and Vatka. Bhaguji showed his own anxiety. At that time Bhuji defeated the enemy party by tolerating him with eighteen fatal wounds.
Shreeji Maharaj was always in the proximity of mind and always remained intact in his service like mind. Shriji Maharaj often tried to test them, but he did not make the determination of Goddess of uniqueness. After the disappearance of Shri Lahiri, he stayed with Brahmanand Swami and spent the rest of his life living in the main.
The brave and spiritually wise people like Veer Bhaguji will remain in the middle of the eclipse of the time of the death of the dancers, and their memories of Bhagvanthitha and bravery will be done.