Purushottam Prakash

 

Importance of Purushottam Prakash

This scripture fully illuminates the glory of Bhagwan Purushottam Shree Swaminarayan. That is why this scripture has been given such a meaningful name as ‘Purushottam Prakash’. The author of this scripture is Sadguru Shree Nishkulanand Swami. The life of Sarvopari Shri Hari arriving in this universe for the first time and thereafter taking the initiative to liberate innumerable Jeev by demonstrating immense miracles is what is described in this scripture.

Once in Kariyani, Shri Hari spoke to Sadguru Shree Gopalanand Swami about the six purposes of his descendants on Earth. The happiness that Pu. Nishkuldanand Swami got after hearing this is depicted in the scripture. His enthusiasm and self-confidence are indomitable in describing the glory of Shri Hari. That is why he cannot wait to speak about the supremacy of Shri Hari in clear words.

 

પુરુષોત્તમપ્રકાશ ગ્રંથનો મહિમા :-

આ ગ્રંથમાં પ્રગટ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાનના મહિમાનો પૂર્ણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેથી આ ગ્રંથનું ‘પુરુષોત્તમપ્રકાશ આવું સાર્થક નામ રાખવામાં આવ્યું છે.આ ગ્રંથના રચયિતા સ.ગુ.શ્રી નિષ્કુળાનંદ સ્વામી છે આ બ્રહ્માંડમાં સર્વોપરી શ્રીહરિ પ્રથમવાર પ્રગટ થયા, ત્યાર પછી અનંત જીવોના મોક્ષ માટે તેમણે જે જે કાર્યો કર્યાં તથા તેમાં અમાપ ઐશ્વર્ય વાપર્યું તેનું આ ગ્રંથમાં આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે.

એક વાર કારિયાણીમાં શ્રીહરિએ સ.ગુ.શ્રીગોપાળાનંદસ્વામીને પોતાના અવતરણના છ હેતુ સંબંધી વાત કરી. તે વાતને સાંભળ્યા પછી પૂ.નિષ્કુળાનંદસ્વામીને જે જોમ ચડ્યું, તે આ ગ્રંથમાં આલેખાયું છે. પૂ.સ્વામીએ શ્રીહરિનો જે મહિમા વર્ણવ્યો છે, તેમાં તેમનો ઉત્સાહ તથા આત્મવિશ્વાસ અદમ્ય રીતે ઝળકી રહ્યા છે. તેથી જ તેઓ શ્રીહરિની સર્વોપરીતા સ્પષ્ટ શબ્દોમાં લખ્યા વિના રહી શકતા નથી.